જમ્મુમાં વર-કન્યા બેન્ડબાજા સાથે મત આપવા પહોંચ્યા
loksabha election 2024: ઉધમપુર કઠુઆ લોકસભામાં આજે મતદાન થઈ રહ્યું છે. કઠુઆ અને ઉધમપુરમાં પણ ચૂંટણીને લઈને મતદાન મથકો ઉપર ભીડ જોવા મળી રહી છે. મતદારોની ભારે કતારો જોવા મળી રહી છે. જેમાં વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ જોવા મળી રહી છે. ચૂંટણીની સાથે લગ્નગાળો પણ છે. જેના કારણે મતદાન મથકો ઉપર નવવિવાહિત યુગલો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે કઠુઆમાં શુક્રવારે સવારે એક વરરાજો અને કન્યાએ બંને બેન્ડ સાથે વોટ આપવા માટે પહોંચ્યો હતા. બંનેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વર-કન્યાએ મતદાન કર્યું
કઠુઆમાં શુક્રવારે સવારે એક વરરાજો અને કન્યાએ બંને બેન્ડ બાજા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન કરવા આવેલા દુલ્હન અને દુલ્હાને લોકો જોઈ રહ્યા હતા. મતદાન કર્યા બાદ બંનેએ લોકોને અપિલ કરી હતી કે મતદાન કરવું જોઈએ. આ સમયે કન્યાએ પણ કહ્યું કે આપણા જે તે વિસ્તાર માટે આપણે મત આપવો જોઈએ. લગ્નગાળાનો સમય ચાલી રહ્યો છે જેના કારણે ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં દુલ્હન અને દુલ્હો મતદાન મથક પર પહોંચી રહ્યા છે. અંધજનો પણ મતદાન કરી રહ્યા છે. તેઓ પણ અપિલ કરી રહ્યા છે કે તમામ લોકો મતદાન ચોક્કસ કરે.
આ પણ વાંચો: ગૂગલ ડૂડલે ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવ્યો
લોકો ઘરની બહાર
તમને જણાવી દઈએ કે ઉધમપુર-કઠુઆમાં મતદાન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. એમ છતાં લોકો મતદાન કરવા માટે નીકળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉધમપુરમાં જિલ્લા વિકાસ કમિશનરની કચેરીમાં એક પિક મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથકમાં મહિલાઓ સેવાઓ પૂરી પાડી રહી છે. મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં વૃદ્ધો આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની ચાર બેઠક છે જેમાંથી આજે એક ઉપર મતદાન થઈ રહ્યું છે. હાલ તો અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.