December 17, 2024

મોટી સરકારી બેંકને 564 કરોડનો દંડ, વાંચો સમગ્ર મામલો

અમદાવાદ: ટેક્સની ચોરી કરવા પર આવકવેરા વિભાગ કોઈને નથી છોડતું. સામાન્ય કરદાતા હોય કે પછી કોઈ મોટી કંપનીના બિઝનેસ મેન કે પછી વેપારી આવકવેરા વિભાગ માટે આ તમામ લોકો સમાન છે. આથી ઈન્કમટેક્સ વિભાગ ટોક્સ ચોરીના કેસમાં કોઈની પણ સામે કાર્યવાહી કરી શકે છે. જેમાં હવે આવકવેરા વિભાગે એક સરકારી બેંકને દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી બેંક ઓફ ઈન્ડિયાની વિરૂદ્ધમાં કરવામા આવી છે. જેમાં આવકવેરા વિભાગે બેંકને 564.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ અંગે વાત કરતા પબ્લિક સેક્ટર બેંકે કહ્યું કે, અમે આ આદેશની સામે ઈન્કમટેક્સ કમિશનર, નેશનલ ફેસલેસ અપીલ સેન્ટર (NAFC)ની સમક્ષ અપીલ કરવાની પ્રક્રિયામાં છીએ. જેમાં કહેવામાં આવ્યું છેકે, આ મામલમાં અમારી સ્થિતિને યોગ્ય રીતે સાબિત કરવા માટે અમારી પાસે પર્યાપ્ત તથ્યાત્મક અને કાયદાકીય આધાર પણ છે.

આ પણ વાંચો: Bank Fraud પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’, લાખો ફેક નંબર બ્લોક

બેંકને કેમ થયો દંડ
બેંકે શેર બજારને આપેલી માહિતી અનુસાર, બેંકને આવકવેરા વિભાગ. આકલન ઈકાઈથી અસેસમેન્ટ વર્ષ 2018-19થી સંબંધિત આવકવેરા અધિનિયમ, 1961ની ધારા 270A અંતર્ગત આદેશ મળ્યો છે. જેમાં અલગ અલગ નિયમોના ઉલ્લંધન પર 564.44 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે કહ્યું કે, અમને આશા છે કે દંડની આ રકમ ઓછી થઈ જશે. આ ઉપરાંત બેંકની નાણાકીય સ્થિતિ, સંચાલન અને અન્ય કાર્યોમાં તેનો કોઈ પ્રભાવ નહીં થાય.