ભારતે માગ્યો હાફિઝ સઇદ તો લાલઘૂમ આતંકીઓનું રખેવાળ પાકિસ્તાન, કાશ્મીરને લઇ ઓક્યું ઝેર
ભારત અને પાકિસ્તાન (India And Pakistan) વચ્ચે હાફિઝ સઇદને લઇને સોંપવાની વાતો ચાલી રહી છે આ વચ્ચે ગત દિવસે ભારતે કહ્યું કે આતંકવાદી હાફિઝ સઇદને (Hafiz Saeed) સોંપો. અલગ-અલગ આતંદવાદી પ્રવૃતિઓમાં સામેલ હાફિઝ સઇદ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. પાકિસ્તાનના ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આંતકીના મુદ્દા પર વાત ન કરતા કાશ્મીર વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જ્યાં સુધી ભારત કાશ્મીર અંગે વાત નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન અને ભારતના સંબંધો સામાન્ય નહીં થઈ શકે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારતીય સેના કાશ્મીરમાં રહેતા લોકો પર અત્યાચાર કરી રહી છે. રિપોર્ટ અનુસાર, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રાલયે હાફિઝ સઈદના મુદ્દા પર કોઈ ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા પ્રશ્નો રિપોર્ટિંગ પર આધારિત છે. અમે આવા કોઈપણ અહેવાલ પર ટિપ્પણી કરવા માંગતા નથી.
LIVE: Spokesperson’s Weekly Press Briefing 28-12-23 at Ministry of Foreign Affairs, Islamabad https://t.co/og9PnwdGKu
— Spokesperson MoFA (@ForeignOfficePk) December 28, 2023
કલમ 370 નાબૂદ કરવા પર આપવામાં આવ્યું નિવેદન
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મુમતાઝ ઝહરા બલોચે કલમ 370 નાબૂદ કરવાના ભારતના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતે આ બિલકુલ ખોટું કર્યું છે. અમે સંયુક્ત રાષ્ટ્રમાં આ અંગે અમારો અવાજ ઉઠાવ્યો છે. આ સિવાય અમે IOCને એક લેખિત પત્ર પણ મોકલ્યો છે, જેમાં અમે કલમ 370ના મુદ્દા પર ધ્યાન આપવાનું કહ્યું છે. અમે લખ્યું છે કે ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. તમામ મુસ્લિમ દેશોએ વિચારવાની જરૂર છે કે ભારત કેવી રીતે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
આ પણ વાંચો : ‘હાફિઝ સઇદને અમને સોંપી દો…’પાકિસ્તાન મીડિયાએ કર્યો દાવો,ભારતે કરી કંઇક આવી માગ
ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલાના આરોપી આતંકી હાફિજ સઈદને લઈને પાકિસ્તાની મીડિયાએ મોટો દાવો કર્યો છે. PAK મીડિયાએ દાવો કર્યો છે કે ભારતે પાકિસ્તાન પાસે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે આતંકીઓને સોંપવાની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા ઈસ્લામાબાદ પોસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. દાવા મુજબ, ભારત સરકારે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની ઔપચારિક વિનંતી કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટના દાવા મુજબ, રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી મળી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.