વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમત-રમતમાં બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયું
રાજકોટ: રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના જામનગર રોડ પર એક એવો ગમખ્વાર બનાવ બન્યો છે. જેના વિશે જાણી તમામ વાલીઓએ ચેતી જવાની જરૂર છે. રાજકોટના જામનગર રોડનોર બાળક રમતા-રમતા સ્વિમિંગ પૂલમાં પડ્યું હતું અને બાળક સ્વિમિંગ પૂલમાં પડતા તેનું મોત નિપજ્યું છે. તમને જણાવી દઇએ કે ચોકીદારી કરતા નેપાળી પરિવારનું બાળક સ્વિમિંગ પૂલમાં પડી જતા તેનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના જામનગર રોડ પર આવેલા એક સ્વિમિંગ પૂલ પાસે ચોકીદારી કરતા નેપાળી પરિવારનું લોકેશ વિશ્વકર્મા નામનું બાળક સ્વિમિંગ પૂલમાં પડતા તેનું મોત નિપજ્યું છે. મૃતક બાળકના પિતા અહીં ચોકીદારનું કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. જોકે આ દરમિયાન બાળક ત્યાં રમી રહ્યું હતું અને પરિવારના લોકોનું ધ્યાન નહીં રહેતા બાળક સ્વિમિંગ પૂલ તરફ જતું રહ્યું હતું અને સ્વિમિંગ પૂલમાં પડી ગયું હતું. જે બાદ જોત જોતામાં બાળક ડૂબી જતા તેનું મોત થયું હતું.
વધુમાં મળતી માહિતી અનુસાર રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર વર્ધમાન નગર શેરી નંબર ત્રણામાં આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં ગઇ કાલે સાંજે રમત રમતા-રમતા ચાર વર્ષનું બાળક સ્વિમિંગ પૂલમાં ઉંધા માથે પટકાયું હતું. જેને લઇને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઇ હતી. જેમા સ્પષ્ટ જોઇ શકાય છે કે, બાળક એકલું રમી રહ્યું હતું અને રમત-રમતમાં સ્વિમીંગ પૂલમાં પડ્યું હતું.
જોકે, આ મામલાની જાણ થતા જ યૂનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં જ નેપાળી પરિવારમાં ચાર વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.