ગુજરાતીઓ તૈયાર રહેજો, અંબાલાલ પટેલની વધુ એક ચક્રવાતની આગાહી
અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમણે વધુ એક ચક્રવાત આવવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. તેને કારણે ઝાકળવર્ષા અને હળવો વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે.
આ ઉપરાંત તેઓ જણાવે છે કે, આંચકા સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે. આગામી તારીખ 18 માર્ચથી 21 માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 38° સેલ્સિયસ સુઘી જવાની શક્યતાઓ છે.