દિલ્હી-NCRમાં વહેલી સવારે વાદળો વરસ્યા, જાણો કેવું રહેશે હવામાન?
IMD Delhi-NCR Weather Update: દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે 2 માર્ચની સવારે હળવા ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. દિલ્હીની સાથે એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હવામાને પલટો લીધો હતો અને એનસીઆરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે પણ દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સ્થિતિ જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે નરેલા, બવાના, કાંઝાવાલા (દિલ્હી), કરનાલ, રાજૌદ, અસંધ, સફીદોં, જીંદ, પાનીપત, ગોહાના, ગન્નૌર, સોનીપત, રોહતક, ખરખોડા, ઇઝ્ઝર, ફરરૂખનગર, કોસલી, પલવલ, ઔરંગાબાદ, હોડલ(હરિયાણા) સંભલ, ચંદૌસી, બુલંદશહર, જહાંગીરાબાદ, અનુપશહર, બહજોઈ, શિકારપુર, ખુર્જા, પહાસુ, દેબઈ, નરોરા, ગભના, સહસવાન, જટ્ટારી, અત્રૌલી, ખેર, અલીગઢ, કાસગંજ, નંદગાંવ, ઈગલાસ, સિકંદરારાઉ, બરસાણા, રાયા, હાથરસ. મથુરા, એટા, સદાબાદ (ઉત્તર પ્રદેશ), તિજારા, નગર, ડીગ, લક્ષ્મણગઢ, ભરતપુર (રાજસ્થાન)માં વરસાદ પડ્યો હતો.
#WATCH | Delhi: National capital witnesses sudden change in weather; received light rainfall.
(Visuals from the Greater Kailash area) pic.twitter.com/ZVFXuppGTB
— ANI (@ANI) March 2, 2024
આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી સંભાવના
નવી દિલ્હીમાં આજે આકાશ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાય તેવી શક્યતાઓ છે. માહિતી અનુસાર આવતીકાલે 3 માર્ચે નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાઇ શકે તેવી સંભાવના છે. જોકે આવતી કાલે દિલ્હીમાં વરસાદની કોઇ આગાહી હાલ કરવામાં આવી નથી, પરંતુ આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી સંભાવના છે.
નોઇડા-ગાઝિયાબાદની સ્થિતિ
આજે નોઇડામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આજે નોઇડામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે રવિવારની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાય શકે છે. બીજી બાજુ નોઇડામાં પણ આવતીકાલે વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી.
ગાઝિયાબાદ હવામાન સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાઈ શકે છે. ગાઝિયાબાદમાં આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આવતીકાલે એટલે કે રવિવારે ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાઈ શકે તેવી સંભાવના છે. આ સાથે ગાઝિયાબાદમાં આવતીકાલે પણ ગાજિયાબાદમાં ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે.