IND vs ENG: ઈંગ્લેન્ડ સામે પહેલીવાર રોહિતની થઈ આવી હાલત!
અમદાવાદ: રાંચીમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ ઈનિંગમાં રનની જો વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડે 353 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. આ ક્રિકેટ દરમિયાન રોહિત શર્માએ વહેલી વિકેટ ગુમાવી દીધી હતી. આ વિકેટ ગુમાવાના કારણે રોહિત સાથે એવું કંઈક બન્યું કે જે તેની સાથે કયારે પણ બન્યું ના હતું.
સ્કોર બનાવવામાં નિષ્ફળ
રોહિત શર્મા રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સારો સ્કોર બનાવવામાં નિષ્ફળ થયો છે. ખાલી 2 રન બનાવીને જેમ્સ એન્ડરસન સામે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આ વાત તો તેના માનવામાં પણ નહીં આવતી હોય કારણ કે તેની કારકિર્દીમાં આ પહેલા આવું કયારે પણ નથી થયું. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માની કારકિર્દીની આ 8મી ટેસ્ટ મેચ છે. આ પહેલાની મેચની વાત કરવામાં આવે તો તેણે ઓછામાં ઓછા 5 રન તો બનાવ્યા છે.
બેટિંગ કરવાનો નિર્ણય
આવું પહેલી વાર બન્યું કે આટલા સ્કોર સાથે તેને આઉટ થઈ ગયો. રોહિતનો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સ્કોરની વાત કરવામાં આવે તો 2 રન રાંચી ટેસ્ટ 2024, 6 રન ચેન્નઈ ટેસ્ટ 2021, 12 રન ચેન્નઈ ટેસ્ટ 2021, 13 રન વિશાખાપટ્ટનમ ટેસ્ટ 2024 આ રન બનાવ્યા હતા. આ મેચની શરૂઆત ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઓલિવર રોબિન્સને 96 બોલમાં 58 રન બનાવ્યા હતા.
હાર્ટ એટેકથી અવસાન
એજીસ સાઉથ ઝોન ટૂર્નામેન્ટમાં કર્ણાટકની જીત બાદ ટીમ સાથે ઉજવણી થઈ રહી હતી. આ સમયે હોયસલા છાતીમાં દુખાવો થયો હતો. તીવ્ર દુખાવાને કારણે મેદાન પર બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું નિધન થઈ ગયું હતું. એક અહેવાલ અનુસાર તેમનું મોત ગુરુવારે થઈ ગયું હતું. પરંતુ લોકોને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે.