December 18, 2024

ભાવનગર LCBને મળી મોટી સફળતા

ભાવનગર: શહેર પોલીસે મહુવાનાં એક મોબાઈલ શોપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ટે મોબાઇલ ફોન નંગ-71 જેની કિંમત રૂપિયા 10,96,866 સહિત કુલ રૂપિયા 11,21,866ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી આગળની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મહુવાનાં ભુતનાથ મહાદેવ તરફથી એક મોટર સાયકલ લઇને ત્રણ માણસો મોબાઇલ ફોન વેચવા માટે મહુવા ટાઉનમાં આવવાનાં છે. આ તમામ મોબાઇલ ફોન તેઓએ કોઇ પાસેથી છળકપટ થી મેળવેલ અથવા ચોરી કરી લાવેલ હોવાની શંકા અંગેની બાતમી મળી હતી. બાતમીવાળી જગ્યાએ વોચ રાખતા પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે. જે મોબાઇલ ફોન તથા મોટર સાયકલ તેઓએ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું પણ બહાર આવ્યું હતું. જેમાં પ્રકાશભાઇ ભુપેન્દ્રભાઇ રાઠોડ, દીપકભાઇ ઉર્ફે દીપો પરશોતમભાઇ શિયાળ અને શૈતાનસિંહ જશવંતસિંહ સોલંકી નામ 3 શખ્સોએ મહુવા, બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી દુકાનમાં લગાડેલ સી.સી.ટી.વી કેમેરાનું ડી.વી.આર પણ કાઢી લઇ ચોરી કર્યાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

મહત્વનું છેકે, ગત 11 તારીખે મહુલા તાલુકાના ટાઉન વિસ્તારમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી. જેમાં CCTVનું DVRપણ ચોર્યું હતું. આ ચોરીમાં Vivo અને oppo કંપનીના કુલ 71 મોબાઇલની ચોરી કરવામાં આવી હતી. જેનું ડિટેકશન કરીને ભાવનગર એલસીબીને મોટી સફળતા મળી છે