સુરતમાં 7 વર્ષ બાદ સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે
સુરત: શહેરમાં 7 વર્ષ બાદ ફરી સુવાલી બીચ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે. આ ફેસ્ટીવલનું આયોજન 24-25 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
મળતી માહિતી અનુસાર, કોરોના બાદ 7 વર્ષ પછી સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને MLA સંદીપ દેશાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
સુવાલી બીચ ફેસ્ટિવલમાં ફૂડ સ્ટોલ, ક્રાફ્ટના સ્ટોલ, ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્નર અને સેલ્ફી પોઈન્ટ્સ લગાવવામાં આવશે. આ ઉપરાંત આ બીચ ફેસ્ટિવલમાં ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ સ્ટોલ પણ બનાવવામાં આવશે.
મહત્વનું છેકે, સુરતના હજીરા ખાતે આવેલા સુવાલી બીચનું 48 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. જેમાં 7 કરોડના ખર્ચે નવા રસ્તા અને શૌચાલય પણ બનાવવામાં આવશે. જેના કારણે સુવાલી બીચને એક પર્યટન સ્થળ તરીકે તેને વિકસાવી શકાશે.