January 3, 2025

Ashok Chavan: કોંગ્રેસ છોડ્યા બાદ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્ર: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ મહારાષ્ટ્રના રાજકારણનો માહોલ ગરમ થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ છોડ્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આ વાત કોંગ્રેસ માટે જટકો આપનારી કહી શકાય. પૂર્વ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણે સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપ તરફથી પુષ્ટિ
મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસને છોડ્યા બાદ અશોક ચવ્હાણે કોંગ્રેસને ટાટા કહેવાનું નક્કી કર્યું હતું. આગામી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમને ચૂંટણી માટે ઉભા રાખવામાં આવશે. પરંતુ તે વાતની ભાજપ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ચવ્હાણ ભાજપમાં જોડાશે તેવી વાતો ચાલી રહી છે. આ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરતા એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે “ ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે.” અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ દાવો કરતા જણાવ્યું કે કે 10થી 15 ધારાસભ્યો અશોક ચવ્હાણના સંપર્કમાં હાલ છે.

વ્યક્તિગત નિર્ણય
ચવ્હાણે પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું કે મે મારી જાતે આ નિર્ણય લીધો છે આ મારો વ્યક્તિગત નિર્ણય છે. તેમણે એ પણ કહ્યું કે એક-બે દિવસમાં તેમના આગામી પગલાની જાહેરાત કરશે. વધુમાં કહ્યું કે હજુ મે કોઈ પણ પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય લીધો નથી. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને લખેલા પત્રમાં ચવ્હાણે કહ્યું કે તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદેથી રાજીનામું પણ સુપરત કર્યું હતું.