December 27, 2024

ગુજરાતના સોમનાથ મંદિરના ‘બાણ સ્તભં’નું રહસ્ય, સદીઓથી છે વણઉકેલાયેલું !

રહસ્યથી ભરેલી આ દુનિયામાં અનેક એવા રહસ્ય છુપાયેલા છે જે અંગે આજ સુધી ઘણા લોકોને કોઇ જાણકારી હોતી નથી. ગુજરાતનમાં આવેલા સોમનાથ મંદિરે તો તમે ગયા હશો પરંતુ શું તમને ખબર છે સોમનાથ મંદિરમાં (Gujarat Somanth Temple) પણ એક રહસ્ય છુપાયેલું છે. જે સદીઓથી વણઉકેલાયેલું છે. જેના રહસ્યને આજ દિન સુધી કોઇ ઉકેલી શક્યું નથી. ખરેખરમાં મંદિરના પ્રાંગણમાં એક સ્તંભ છે. જેને બાણ સ્તંભના (Baan Stambh)નામથી ઓળખવામાં આવે છે. આ સ્તંભમાં જે રહસ્ય છુપાયેલું છે તે ખરેખર ઘણા લોકો માટે ચોંકાવનારું હશે.

What Is The Real Truth Behind The Destruction News Capital 360


‘બાણ સ્તંભ’નું શું છે રહસ્ય

ગુજરાતના સોમનાથ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું. તે કોઇને ખબર નથી. પરંતુ ઇતિહાસમાં તેણે ઘણી વખત તોડવામાં આવ્યું હતું અને તેનું પુન:નિર્માણ કર્યું હતું. છેલ્લી વખત તેનું પુન:નિર્માણ 1951માં થયું હતું. મંદિરના દક્ષિણમાં દરિયાના કિનારે ‘બાણ સ્તંભ’ છે. જે ખૂબ જ પ્રાચીન છે. મંદિરનું જીર્ણોધ્ધાર પણ કરવામાં આવ્યું છે.

ઇતિહાસમાં છે ‘બાણ સ્તંભ’નો ઉલ્લેખ
મળતી માહિતી અનુસાર લગભગ છઠ્ઠી શતાબ્દીથી ‘બાણ સ્તંભ’નો ઉલ્લેખ ઇતિહાસમાં છે. જેનો મતલબ એ છે કે તે સમયે પણ આ સ્તંભ ત્યાં હાજર હતો. અનેક પુસ્તકોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ વાત કોઇ નથી જાણતું કે તેનું નિર્માણ ક્યારે થયું હતું. કોણે કરાવ્યું હતું અને કેમ કરાવ્યું હતું.

सोमनाथ मंदिर के 'बाण स्तंभ' का रहस्य, सदियों से है अनसुलझा - Mystery Of Somnath Temple And Baan Stambh Mysterious Arrow Pillar - Amar Ujala Hindi News Live
‘બાણ સ્તંભ’ એક દિશાદર્શક સ્તંભ

આ અંગે ઘણા જાણકારો જણાવે છે કે ‘બાણ સ્તંભ’ એક દિશાદર્શક સ્તંભ છે. જેની ઉપરની એક તરફ તીર (બાણ) બનાવવામાં આવ્યું છે. જેનો મોં દરિયા તરફ છે. આ બાણ સ્તંભ પર હિન્દીમાં લખ્યું છે કે ‘आसमुद्रांत दक्षिण ध्रुव, पर्यंत अबाधित ज्योर्तिमार्ग’।જેનો મતલબ એવો છે કે દરિયાના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં એક પણ અડચણ નથી. ખરેખરમાં કહેવાનો મતલબ એવો છે કે આ સીધી રેખામાં કોઇપણ પહાડ કે ભૂખંડનો ટૂકડો નથી. હવે તેનાથી મોટો સવાલ એવો છે કે શું એ સમયમાં પણ લોકોને આવી જાણકારી હતી કે દક્ષિણ ધ્રુવ કયા છે અને ધરતી ગોળ છે. કેવી રીતે એ લોકોએ આ વાતની ખબર હશે કે બાણ સ્તંભની સીધી દિશામાં કોણ અડચણ નથી? આ દરેક વાતો હજી સુધી એક રહસ્ય છે. આજના સમયમાં આ વિમાન, ડ્રોન કે સેટેલાઇટ દ્રારા માહિતી મેળવવામાં આવે છે.

What Is The Real Truth Behind The Destruction Of The, 50% OFF
સોમનાથ પહેલું જ્યોતિર્લિંગમાંથી એક 

જ્યારે દક્ષિણ ધ્રુવથી ભારતના પશ્ચિમ તટ પર કોઇપણ અડચણ વગર જે જગ્યા પર સીધી રેખા મળે છે ત્યાં જ્યોતિર્લિંગ સ્થાપિત છે. જેને ભારતના 12 જ્યોતિર્લિંગમાં પહેલું માનવામાં આવે છે. એવામાં બાણ સ્તંભ પર લખેલા શ્લોકની છેલ્લી પંક્તિ अबाधित ज्योर्तिमार्ग’ પણ કોઇ રહસ્યની જેમ જ છે. કારણકે ‘अबाधित’ અને ‘मार्ग’ તો સમજમાં આવે છે.પરંતુ આ ‘ज्योर्तिमार्ग’ શું છે, તે સમજથી બિલકુલ અલગ છે.