…તો શું અભિનેત્રીના બીજા લગ્નજીવનમાં પણ પડી તિરાડ?
મુંબઈ: ‘બિગ બોસ 13’માં ભાગ લેનાર દલજીત કૌરે ગયા વર્ષે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. નિખિલ કેન્યામાં રહે છે. લગ્ન બાદ દલજીત તેના પતિ સાથે ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી. લગ્નની તમામ વિધિઓ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી પરંતુ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમના લગ્ન જીવનમાં તિરાડ પડી ગઈ છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે તેના પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી. આટલું જ નહીં તેણે પોતાના પતિની અટક પણ કાઢી નાખી છે. અત્યાર સુધી અભિનેત્રી તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
પોસ્ટ જોયા પછી ચર્ચા શરૂ થઈ
દલજીત અને નિખિલ દુબઈમાં ન્યૂ યર પાર્ટીમાં મળ્યા હતા. 18 માર્ચ, 2023 ના રોજ, બંનેએ ધાર્મિક વિધિના સાત ફેરા કર્યા. લગ્ન પછી દલજીતે તેના પતિની સરનેમ ‘પટેલ’ ઉમેર્યું હતું પરંતુ તેણે તેને તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી કાઢી નાખ્યું છે અને પહેલાની જેમ તે માત્ર ‘દલજીત કૌર’ છે. એ જ રીતે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા ફોટા છે પરંતુ નિખિલ સાથેના કોઈ ફોટા નથી. તે ફોટામાં તે એકલી છે અથવા તેના માતા-પિતા સાથે છે.
View this post on Instagram
શાલીન સાથે પ્રથમ લગ્ન
દલજીતના પહેલા લગ્ન 2009માં એક્ટર શાલીન ભનોટ સાથે થયા હતા. બંનેએ સીરિયલ ‘કુલવધુ’માં કામ કર્યું હતું. તેમને 2014માં એક પુત્રનો જન્મ થયો હતો. અભિનેત્રીએ 2015માં છૂટાછેડા લીધા હતા. તેણે શાલિન પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેણે એવો દાવો કર્યો હતો કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે શાલીન ક્યારેય તેની સાથે ડોક્ટર પાસે પણ ન્હોતો ગયો. છૂટાછેડા પછી દલજીત પાસે દીકરીની કસ્ટડી છે.
આ શોમાં કામ કર્યું
દલજીતે ‘માનો યા ના માનો’, ‘છુના હૈ આસમાન’, ‘સપના બાબુલ કા… બિદાઈ’, ‘નચ બલિયે 4’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘સ્વરાગિની’, ‘મા શક્તિ’માં કામ કર્યું છે. ‘કયામત કી રાત’ અને ‘ગુડન તુમસે ના હો પાયેગા’માં પણ કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે છેલ્લે ‘સસુરાલ ગેંડા ફુલ 2’ સીરિયલમાં જોવા મળી હતી.