February 2, 2025

સારા અલી ખાનને જોવા આવેલા ચાહકો થયા બેકાબૂ , 3 ઘાયલ

Sara Ali Khan: ઓડિશાના રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં શનિવારે હોકી ઈન્ડિયા લીગનો છેલ્લો દિવસ હતો. જેના કારણે સારા અલી ખાન પણ ત્યાં આવી હતી. આ સમયે પોતાના ડાન્સ પરફોર્મન્સથી બધાના દિલ જીતી લીધા હતા. પરંતુ આ સમયે એક ગંભીર બનાવ બન્યો હતો. જેમાં સારાને જોવા માટે આવેલા તેના ચાહકોએ ઝપાઝપી કરી હતી. ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. જેનો વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Hyundai Creta એક જ મહિનામાં બનાવ્યો આ નવો રેકોર્ડ

ભીડ કાબૂ બહાર ગઈ
સારાને જોવા આવેલા તેના ચાહકોની ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. આટલું જ નહીં ચાહકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોંડી નાખ્યા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી બાજૂ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના એકઠા થયા હતા જોકે તેને નિયંત્રિત કરવામાં સફળતા મળી ના હતી.