February 2, 2025

આ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન?

Weather Report: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. દેશના ઘણા રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આવો જાણીએ ગુજરાતમાં હવામાન વિભાગે શું આગાહી કરી છે.

દિલ્હી-NCRમાં વરસાદનું એલર્ટ
સોમવાર પછી દિલ્હીના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. મંગળવારથી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોમાં 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: ગિરનાર પર્વત પર આરોહણ-અવરોહણ 17મી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ

ગુજરાતમાં કેવુ રહેશે હવામાન
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 2થી 5 ફેબ્રુઆરીના વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં છાંટા પડી શકે છે. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે.