નાણામંત્રીની ખેલાડીઓને મોટી ભેટ, સ્પોર્ટ્સ બજેટમાં કર્યો આટલા કરોડનો વધારો
Finance Minister Nirmala Sitharaman: નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે. જેમાં ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ રમતગમત માટે પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમને સ્પોર્ટ્સ બજેટનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે.
આ પણ વાંચો: યુવરાજ સિંહની ક્રિકેટમાં વાપસી, રમશે આ ટૂર્નામેન્ટ
ખેલો ઈન્ડિયા’ને ઘણો ફાયદો થયો
કેન્દ્રીય બજેટમાં ‘ખેલો ઈન્ડિયા’ને પ્રોત્સાહન મળ્યું છે. રમતગમત માટે ફાળવણીમાં રૂપિયા 351.98 કરોડના જંગી વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યોજનાને નાણાકીય વર્ષ 2025-26 માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સહાય માટે નિર્ધારિત રકમ પણ 340 કરોડ રૂપિયાથી વધારીને 400 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.