January 3, 2025

નાઇટ રાઉન્ડમાં રેડ એલર્ટ સ્કીમ, અમદાવાદ પોલીસની અસરકારક કામગીરી

AHMEDABAD - NEWSCAPITAL

અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે આજે અમદાવાદ પોલીસની કામગીરીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે અમદાવાદ પોલીસની કમીગીરી સારી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, અમદાવાદ પોલીસ અસકારક કામગીરી કરી રહી છે. છેલ્લા છ મહિનામાં ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

કુલ 33 કરોડ 22 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો 

અમદાવાદ પોલીસ કમિશ્નરે આજરોજ કમિશ્નર ઓફિસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ મોબાઈલ, વાહનચોરી સહિત ગુનાઓમાં અસલ મુદ્દામાલ અરજદારને પરત કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં 8 કરોડ 15 લાખ કરતાં વધારે કિંમતનો વિદેશી દારૂનો નાશ કર્યો છે. તેમણે કહ્યું, કોર્ટના હુકમ મુજબ 20 કરોડના વાહનો માલિકને પરત કરવામાં આવ્યા છે. 4 કરોડની કિંમતના ચોરાયેલા સોના ચાંદીના દાગીના જે તે મલીકને પરત કર્યા છે. કુલ 33 કરોડ 22 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, 31 જુલાઈના રોજ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે હું હાજર થયો હતો. છેલ્લા 6 મહિનામાં અનેક ગુનાઓ ઓછા થયા છે. વર્ષો સુધી પેન્ડીગ રહેલા કેસોમાં મુદ્દા માલ પરત કર્યા છે. શરીર સંબંધી ગુનાઓ 6 મહિનામાં 14 જેટલા થયા છે. નાઇટ રાઉન્ડમાં પોલીસે રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે. આમ અમદાવાદ પોલીસની અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં 6 લાખ 10 હજાર 292 બાળકો કુપોષિત

જરૂરી તમામ પગલાં લેવામાં આવશે – કમિશ્નર 

ચૂંટણીની કામગીરી બાબતે વાત કરતાં કમિશ્નર કહે છે કે, અમે સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત લીધી છે. આગામી સમયમાં તમામ જગ્યા પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. CCTV કેમેરા બંધ મામલે તેમણે કહ્યું કે, CCTV કેમેરા કેટલીક જગ્યાએ બંધ છે અને કેટલીક જગ્યા પર ટેન્ડરીંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. શહેરના કેટલાક વિસ્તાર ગૃહ વિભાગ પાસે છે તો કેટલાક વિસ્તાર AMC હસ્તક છે. અમે બંને જગ્યા પર આ બાબતે પત્રો લખ્યા છે.