પ્રજાસત્તાક દિવસે ધ્રુવ-તેજસ ઉડાન નહીં ભરે, પોરબંદર દુર્ઘટનાના કારણે ધ્રુવ અને સિંગલ એન્જિન એરક્રાફ્ટના કારણે તેજસ બહાર
નવી દિલ્હી: દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યોજાનાર ભવ્ય ફ્લાયપાસ્ટમાં આ વખતે ALH-ધ્રુવ અને સિંગલ એન્જિન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)તેજસને સામેલ કરવામાં આવશે નહીં. ભારતીય વાયુસેના દ્વારા આ નિર્ણય તાજેતરમાં પોરબંદર ખાતે ALH-ધ્રુવના અકસ્માત બાદ લેવામાં આવ્યો છે. તેજસ અંગે તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેનાએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં સિંગલ એન્જીન એરક્રાફ્ટ ઉડાવવાનું બંધ કરી દીધું છે. જેના કારણે તેજસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોરબંદરમાં ALH ધ્રુવ ક્રેશ થયું હતું
આ દુર્ઘટનામાં કોસ્ટ ગાર્ડના બે પાઇલોટ અને એક એરક્રુ ડાઇવર મૃત્યુ પામ્યા હતા. જે બાદ સશસ્ત્ર દળોએ ટ્વીન એન્જિન હેલિકોપ્ટર ધ્રુવના સમગ્ર કાફલાનો ઉપયોગ બંધ કરી દીધો હતો. આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી ઉચ્ચ સ્તરીય તપાસ પેનલ અકસ્માતનું મૂળ કારણ શોધી ન લે ત્યાં સુધી હેલિકોપ્ટરનો સમગ્ર કાફલો ગ્રાઉન્ડેડ રહેવાની શક્યતા છે.
તેજસને પણ ફ્લાયપાસ્ટમાં સામેલ કરવામાં આવશે નહીં
સિંગલ એન્જિન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)તેજસને પણ આ વર્ષે રિપબ્લિક ડેના ફ્લાયપાસ્ટમાં સામેલ કરવામાં આવશે નહીં. કારણ કે વાયુસેનાએ પ્રજાસત્તાક દિને યોજાનાર ફ્લાયપાસ્ટ માટે સિંગલ એન્જિન એરક્રાફ્ટ ઉડાવવાનું બંધ કરી દીધું છે.
ફ્લાયપાસ્ટમાં 22 ફાઈટર જેટ, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને રાફેલ ભાગ લેશે
પ્રજાસત્તાક દિવસના અવસરે યોજાનાર ફ્લાયપાસ્ટમાં 22 ફાઇટર જેટ, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, સાત હેલિકોપ્ટર અને ત્રણ ડોર્નિયર સર્વેલન્સ એરક્રાફ્ટ પણ સામેલ હશે. આ સાથે રાફેલ ફાઈટર જેટ પણ ફ્લાયપાસ્ટનો ભાગ બનશે. તે જ સમયે, ભારતીય વાયુસેનાના 144 સૈનિકો પરેડમાં માર્ચિંગ ટુકડીમાં ભાગ લેશે.
આ વખતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હશે
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. સુબિયાન્તો 25મીએ રાષ્ટ્રપતિ તરીકે ભારતની પ્રથમ મુલાકાતે આવશે.