ઉમરગામમાં બાળકની દાટેલી લાશ બહાર કઢાઈ, પ્રેમી ફરાર થતા પ્રેમિકાએ કરી ફરિયાદ
Umargam Crime: વલસાડના ઉંમરગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 4 માસના બાળકના શંકાસ્પદ મોત થયું હતું. આ પછી યુવતીએ પોલીસ ફરિયાદી કરી હતી. શંકાસ્પદ મોત બાદ યુવતીનો પ્રેમી ફરાર થઈ ગયો છે. પ્રેમિકાએ ફરિયાદ કરતાની સાથે પોલીસે કાર્યવાહી કરી છે. આવો જાણીએ સમગ્ર મામલો.
બાળકને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યું
ઉંમરગામમાં 4 માસના બાળકનું શંકાસ્પદ મોત થયા બાદ પ્રેમી ફરાર થઈ ગયો હતો. આ બાદ પ્રેમિકાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ પછી કાર્યવાહી શરૂં કરી છે. હત્યાની આશંકાએ બાળકને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. પોલીસે SDM ને સાથે રાખી બાળકને કબ્રસ્તાનમાંથી કાઢી પેનલ PM માટે સુરત મોકલ્યું છે. પોલીસ PM રિપોર્ટના આધારે નોંધશે ગુનો.
આ પણ વાંચો: પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ થતાં વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે, કોલેજ સંચાલકોએ કરી રજૂઆત
પ્રેમીએ કહ્યું બાળક પડી ગયું છે
4 માસના બાળકને લઇ પ્રેમી સાથે રહેતી પ્રેમિકા બાળકને પ્રેમી પાસે મૂકી બજાર ગઈ હતી. પ્રેમીએ બાળક પડી ગયું છે એવો ફોન કરી પ્રેમિકા ને બોલાવી હતી. બાદમાં બાળકનું મોત થયું હોવાનું સામે આવતા બાજુનું કબ્રસ્તાનમાં દફન વિધિ કરી દેવાઈ હતી. બીજા દિવસે પ્રેમી કહ્યાં વગર જ ફરાર થઈ ગયો હતો. આ બાદ પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાળકની હત્યા કરી હોવાની શંકા આધારે ફરિયાદ નોંધાવતા ચકચાર જોવા મળી છે.