January 3, 2025

દક્ષિણ કોરિયા બાદ વધુ એક વિમાન દુર્ઘટના, કેનેડિયન એરલાઈન્સનું પ્લેન હેલિફેક્સ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું

Canada: દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટના બાદ વધુ એક વિમાન દુર્ઘટના સામે આવી છે. કેનેડિયન એરલાઈન્સનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​તાત્કાલિક કોઈ માહિતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર PAL એરલાઇન્સનું આ પ્લેન (AC2259) સેન્ટ જોન્સથી ટેકઓફ થયું હતું. હેલિફેક્સ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તે રનવે પરથી સરકી ગયું અને લેન્ડિંગ ગિયર તૂટવાને કારણે આગ લાગી. અકસ્માત બાદ એરપોર્ટ હાલ બંધ છે.

જોકે, મળતી માહિતી અનુસાર લેન્ડિંગ ગિયર તૂટવાને કારણે તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટના બાદ એરપોર્ટને હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે, આ વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. કેનેડામાં આ વિમાન દુર્ઘટના દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા અકસ્માતના થોડા કલાકો બાદ જ થઈ હતી. દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 179 લોકોના મોત થયા હોવાની આશંકા છે.