‘ન તો કેપ્ટન્સી, ન ફિલ્ડિંગ..’ ભૂતપૂર્વ દિગ્ગજોએ રોહિત શર્માની કપ્તાની પર ઉઠાવ્યા સવાલ
India vs Australia 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. જેમાં રોહિતની કપ્તાનીને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. આ વચ્ચે . સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીએ રોહિતની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા છે. આવો જાણીએ કે શું કહ્યું આ બંનેએ રોહિતની કપ્તાનીને લઈને.
આ પણ વાંચો: પૂર્વ પીએમના નિધન પર નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મનમોહન સિંહનું જીવન હંમેશા પાઠ શીખવશે
સુનીલ ગાવસ્કરે કર્યો સવાલ
સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાની બોલિંગ પર સવાલો કર્યા હતો. જો તમારે બોલ ફેંકવો હોય તો તમારે હેલ્મેટના બેજની આસપાસ ફેંકવો જોઈએ. કમરની આસપાસ ફેંકવાનો મતલબ નથી. હું આ વાતથી ખૂબ જ નિરાશ છું. ભારતીય ખેલાડીઓ ફિલ્ડિંગમાં બેદરકાર રહ્યા હતા. રવિ શાસ્ત્રી પણ નાખુશ જોવા મળ્યા હતા. મને સમજાતું નહોતું કે જાડેજા અને સુંદર 40 ઓવર પછી શા માટે બોલિંગ કરે છે.જો તમારે 40 ઓવર પછી બોલિંગ કરવાની હતી તો તમે બે સ્પિનરો કેમ લીધા? તેમણે એમ પણ કહ્યું કે ભારતે બુમરાહથી શરૂઆત કરવાની જરૂર નહી. પરંતુ સિરાજે પ્રથમ ઓવર ફેંકી હતી.