દાડમની સાથે તેની છાલ પણ છે ગુણકારી, છાલની ચા બનાવો આ રીતે થશે અઢળક ફાયદાઓ
Pomegranate Peel Tea: તમામ ફળ શરીર માટે ફાયદાકારક છે. પરંતુ ઘણા ફળ એવા પણ છે કે તેની છાલ પણ એટલી જ ફાયદાકારક છે. તમને આજે દાડમની છાલથી બનતી ચા વિશે જણાવવાના છીએ. આ ચાની સાથે તેના ફાયદાઓ વિશે પણ અમે તમને જણાવીશું. આવો જાણીએ કે આ ચા કેવી રીતે બનાવીશું.
દાડમની છાલની ચા કેવી રીતે બનાવવી?
ચા બનાવવા માટે તમારે દાડમની છાલને પાણીથી સાફ કરી લેવાની રહેશે. હવે તમારે તેના નાના નાના ટુકડા કરીને તડકામાં સૂકવી દેવાના રહેશે. હવે તમારે તેને પીસીને પાવડર બનાવી લેવાનો રહેશે. તેને એક બોક્સમાં ભરી દો. હવે તમારે જ્યારે ચા બનાવવી હોય ત્યારે તમારે પાણી ગરમ કરવાનું રહેશે. આ પછી તમારે તેમાં આ સુકો પાવડર નાંખવાનો રહેશે. હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરવાનો રહેશે. હવે તમારે ચાની જેમ આ પીવાનું રહેશે.
આ પણ વાંચો: લીલા મરચા-લસણની ચટણી ખાવામાં લાગે છે ખૂબ ટેસ્ટી, આ રહી સરળ રેસીપી
દાડમની છાલની ચા પીવાના ફાયદા
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
જો તમારે દાડમની છાલની ચા પીવો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચા પીવાથી જે વાતાવરણના કારણે થતા રોગથી બચી શકાય છે. દાડમમાં પોલીફેનોલ્સ મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે.
વજન ઘટાડવું
દાડમની છાલની ચા વજન ઘટાડવામાં મદદ મળી રહે છે. જો તમારા શરીરમાં વધારાની ચરબી હશે તો આ ચા પીવાથી દૂર થશે.