અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ, 42 લોકોના મોત
અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ થઈ ગઈ છે. ફ્લાઈટમાં લગભગ 70 લોકો સવાર હતા. જેમાથી અત્યાર સુધીમાં 42 લોકોના મોત નીપજ્યા છે. વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો.
જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઈન્સનું હતું. કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે અકસ્માતમાં છ લોકો બચી ગયા છે. અઝરબૈજાને એરલાઈને કહ્યું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચેની અથડામણ હતી.
First video has appeared from the crash site of the Azerbaijan Airlines plane in Kazakhstan's Aktau.
The plane was traveling from Baku to Grozny, and reportedly requested emergency landing before the tragedy happened. pic.twitter.com/PTi1IWtz1w
— RT (@RT_com) December 25, 2024
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પ્લેન જમીન પર ક્રેશ થતું અને આગના ગોળામાં ફેરવાઈ રહ્યું છે. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.