December 26, 2024

મહીસાગરમાં SOGને મળી મોટી સફળતા, 6KG ગાંજા સાથે એક ઈસમની કરી ધરપકડ

Mahisagar: રાજ્યમાં નશાનો કારોબાર મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજ્યમાં અવારનવા ગાંજો ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે મહીસાગર SOGએ ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપી પાડ્યો છે. કડાણા તાલુકાના મુનપુર ગામ ખાતે અંદાજિત 6 KG ગાંજો ઝડપી પાડ્યો છે. જોકે, હાલ પોલીસે ગાંજા સાથે દિલીપ ભાટિયાની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર મહીસાગર SOGએ ગાંજા સાથે કડાણા તાલુકાના મુનપુર ગામે એક વ્યક્તિને દબોચ્યો છે. 6 KG ગાંજા સાથે અંદાજિત 70 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જોકે, હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 8000 ટૂરિસ્ટનું રેસ્ક્યુ- 4 લોકોના મોત, 223 રસ્તા બંધ… હિમાચલમાં હિમવર્ષાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ