December 21, 2024

NIAએ પ્રવીણ નેતારુ હત્યા કેસમાં PFIના મુખ્ય ભાગેડુ મોહમ્મદ શરીફની ધરપકડ કરી

Praveen Nettaru murder case: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે ભાજપના નેતા પ્રવીણ નેતારુની હત્યાના મામલે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના એક ફરાર રાજ્ય કારોબારી સભ્યની ધરપકડ કરી છે. કોડાજે મોહમ્મદ શરીફ નામના ભાગેડુ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, બહેરીનથી નવી દિલ્હી આવતા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, 26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં સુલિયા તાલુકાના બેલારે ગામમાં પીએફઆઈ કેડર અને સભ્યો દ્વારા ભાજપ યુવા મોરચાના સભ્ય પ્રવીણ નેટ્ટારુની હત્યા કરવામાં આવી હતી. NIAએ 4 ઓગસ્ટ, 2022ના રોજ તપાસનો ચાર્ચ સંભાળ્યો હતો. NIAએ અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે અને આ મામલે 3 ભાગેડુઓ સહિત 23 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.

NIAની તપાસ અનુસાર, કોડજે મોહમ્મદ શરીફ PFI રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય અને સંસ્થાની સેવા ટીમનો પ્રમુખ હતો. કોડજે અને સહ-આરોપીઓ સાથે મળીને મિત્તુરમાં ફ્રીડમ કોમ્યુનિટી હોલમાં સેવાદળના સભ્યોને હથિયારોની તાલીમ આપવામાં સામેલ હતા.

કોડજે PFIની રાજ્ય કારોબારી સમિતિમાં ચર્ચા બાદ ટાર્ગેટ કિલિંગ માટે સૂચનાઓ આપવા માટે પણ જવાબદાર હતો. આ સૂચનાઓ પર, આરોપી મુસ્તફા પિચર અને તેની ટીમે પ્રવીણ નેતારુની નિર્દયતાથી હત્યા કરી હતી.

NIAની તપાસમાં વધુ જાણવા મળ્યું કે ષડયંત્રનો ઉદ્દેશ્ય સમાજમાં આતંક, સાંપ્રદાયિક નફરત અને અશાંતિ ફેલાવવાનો હતો. સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા અને ફરાર લોકોની ધરપકડ કરવા માટે તપાસ ચાલી રહી છે.