4G નેટવર્ક 95% ગામડાં સુધી પહોંચ્યું, સરકારે આપી માહિતી
Internet: ભારતમાં ઈન્ટરનેટ અને મોબાઈલ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મીણ વિકાસ મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીએ ટેલિકોમ ક્ષેત્ર સાથે જોડાયેલી ઘણી માહિતીઓને શેર કરી હતી. આ સમયે તેમણે કહ્યું કે મોબાઈલ કવરેજ દેશના કુલ 6,23,622 ગામ સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો: આકાશદીપે સિક્સર ફટકારી તો વિરાટ ચોંકી ગયો, વીડિયો થયો વાયરલ
મોબાઈલ યુઝર્સની કુલ સંખ્યા
સરકારે આપેલી માહિતી પ્રમાણે મોબાઈલ યુઝર્સની કુલ સંખ્યા 115.12 કરોડ થઈ ગઈ છે. ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. ચંદ્રશેખરે આ માહિતી પેમ્માસાનીએ લોકસભામાં આપી હતી. દેશના 6,44,131 ગામોમાંથી કુલ 6,23,622 ગામોમાં મોબાઈલ કવરેજ પહોંચી ગયું છે. 6,14,564 ગામો સાથે હવે 4G નેટવર્ક જોડાઈ ગયું છે. 1,018 મોબાઈલ ટાવરને મંજૂરી આપી દેવામાં આવી છે.મોબાઈલ ટાવર દ્વારા PVTG વસાહતોને 4G નેટવર્ક સાથે જોડવામાં આવશે. રતનેટ ફેઝ-1 અને ફેઝ II ના વર્તમાન નેટવર્કને ઝડપથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.