December 12, 2024

ખરેડી GIDCમાંથી નકલી ખાદ્યતેલનું રેકેટ ઝડપાયું

Fake Edible Oil: ખરેડી GIDCમાંથી નકલી ખાદ્યતેલનું રેકેટ ઝડપાયું છે. ન્યુ બાબાજી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી નકલી તેલ ઝડપાયું છે. SOGએ 15.45 લાખનો શંકાસ્પદ જથ્થાને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન રિફિલિંગ કરેલ ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના પાઉચ અને બોટલ મળી આવ્યા છે.

આ પણ વાંચો: AMCએ બજેટ માટે રિવ્યૂ બેઠક કરી, વિપક્ષના નેતાએ કહ્યું માત્ર ટાઈમ પાસની બેઠક

પામોલીન તેલનો જથ્થો
કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના પાઉચ અને બોટલ કેન ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ સમયે શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો પણ મળી આવ્યો છે. SOGએ અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટાહાથી ગાડી મળી 14,45,290 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. એસોજી પોલીસે ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં અલગ અલગ પ્રકારના નકલી ખાદ્યપદાર્થો મળી રહ્યા છે. સામાન્ય જનતા માટે ચોક્કસ સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.