December 23, 2024

મહેસાણા નસબંધી કાંડ મામલે મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા, સરકાર પર ઉઠાવ્યા સવાલ

Mehsana: મહેસાણા નસબંધી પર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોગ્ય વિભાગને લઈને કહ્યું છે કે આરોગ્યની સરકાર મોટી મોટી વાતો કરે છે. 6.5 કરોડ નાગરિકોના આરોગ્ય માટે આરોગ્ય સેવા ખાડે જાય છે. વધુમાં કહ્યું છે કે ગુજરાત આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે.

મનીષ દોશીએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું છે કે, ભાજપે ખાનગી હોસ્પિટલોને લૂંટના લાઇસન્સ આપેલ છે. તેમજ મહેસાણામાં નસબંધી કાંડ જોવા મળ્યું છે. ખ્યાતિ કાંડ પછી બીજું કૌભાંડ બીજેપી સરકાર ના નેજા હેઠળ ચાલે છે. તેમજ આરોગ્યમંત્રી કહે છે કે અમે કોઈ લક્ષાંક નથી આપ્યું. મનીષ દોશીએ સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, સરકારને પૂછવા માંગુ છું કે અધિકારીઓ નસબંધીના લક્ષાંક આપે છે. ત્યારે આરોગ્ય મંત્રી લક્ષાંક આપવાની ના પાડે છે.

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે હોસ્પિટલોના ટેન્ડરોમાં રસ છે પરંતુ લોકોની આરોગ્યમાં કોઈ રસ નથી. અડાલજમાં 29 પુરુષોની નસબંધી કરાઈ છે. એક અપરણિત પુરુષને પૈસાની લાલચ આપીને નસબંધી કરાઈ દીધી છે. રાજ્યની અંદર ગંભીરતાથી સારવાર થવી જોઇએ તે થતી નથી. જોકે, કોંગ્રેસની ટીમ દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓને આવેદન પાત્ર આપીને ધ્યાન દોર્યું છે.