December 23, 2024

સુરેન્દ્રનગરના પાટડીમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, એકની ધરપકડ

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સ ઝડપાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. પાટડીના તાલુકાના બજાણા ગામે MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

SOG પોલીસે 2.95 ગ્રામના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ MD ડ્રગ્સ કિંમત રૂપિયા 29,500 રોકડ સહિત કુલ રૂપિયા 36,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિરમગામના ઈફ્તાજ ઉર્ફે નવાબ ઈસુબખાન પઠાણને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે બજાણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.