December 5, 2024

દાંતીવાડામાં કિશોરીના અપહરણ બાદ દુષ્કર્મ, દૂધ ભરાવી ઘરે જતી વખતે બન્યો બનાવ

બનાસકાંઠાઃ દાંતીવાડાના ગામમાં કિશોરીના અપહરણ બાદ દુષ્કર્મની ઘટના બની છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, બે બહેનો દૂધ ભરાવી ઘરે જતા સમયે 2 અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. યુવતીનો પીછો કરી 18 વર્ષની યુવતીનું અપહરણ કર્યું હતું. અજાણ્યા શખ્સોએ ઈકો ગાડીમાં આવી યુવતી પાસે બીભત્સ માગણી કરી હતી. બીભત્સ માગણી કરતા યુવતીઓ દોડી ત્યારે બંને યુવકોએ પીછો કર્યો હતો.

બંને શખ્સોએ અપહરણ કરી ગાડીમાં બેસાડી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજાર્યા બાદ પાલનપુરના ગઢ નજીક છોડીને ફરાર થઈ ગયા હતા. યુવતીએ ગઢ ખાતે વિમળા વિદ્યાલયની સામે આવેલા પેટ્રોલ પંપ પર જઈ પરિવારને ફોન કરીને કરી જાણ કરી હતી.

પરિવાર પોલીસ સાથે ત્યાં પહોંચી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી અજાણ્યા શખ્શોની શોધખોળ હાથ ધરી છે.