December 23, 2024

ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, ગુના વધુ ડિટેક્ટ થયા: વડોદરા પોલીસ કમિશનર

Vadodara Police: વડોદરામાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પોલીસની બેઠક થઈ હતી. બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી ઉપસ્થિત રહ્યા હતા. PI સહિત 640 થી વધુ પોલીસ અધિકારી કર્મચારી આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક બાદ પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગીર સોમનાથને સ્વચ્છ બનાવવાની કામગીરીની શરૂઆત, પ્રથમ દિવસે જ કલેકટરે અધિકારીઓનો લીધો ઉધડો

90 ટકા આરોપીઓ પર પોલીસની નજર
બેઠક બાદ પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા જુદા જુદા પ્રકારની કાર્યવાહી પોલીસ કરે છે . હેબિચ્યુલ ઓફેન્ડર ગુનેગારો પર પોલીસ નજર રાખી રહી છે. ગુનેગારોની એક્ટિવિટી પર પોલીસની નજર છે. ગુનેગારો પર નજર રાખવા ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસે 613 આરોપીઓની લિસ્ટ બનાવી છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. 90 ટકા આરોપીઓ પર પોલીસની નજર છે. ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, ગુના વધુ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.