ગંગા કિનારે આવેલા રસુલાબાદ ઘાટનું નામ બદલાયું
Rasulabad Ghat: યુપીના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગંગાના કિનારે આવેલા રસુલાબાદ ઘાટનું નામ બદલવામાં આવ્યું છે. યોગીના આદેશ પર આ કાર્યવાહી કરાઈ છે. રસુલાબાદ ઘાટનું નામ હવે બદલીને ચંદ્રશેખર આઝાદ ઘાટ કરવામાં આવશે.
આ પણ વાંચો: તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર અને ચાર મિનારા તોડી નાખો: મલ્લિકાર્જુન ખડગે
નવો પથ્થરનો સ્લેબ નાખવામાં આવશે
8 દિવસની અંદર નવો સ્લેબ લગાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે રસુલાબાદ ઘાટ ગંગા નદીના કિનારે છે. જ્યાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ચંદ્રશેખર આઝાદનો અંતિમ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવ્યો હતો. યોગી આદિત્યનાથ 27 નવેમ્બરના રોજ પ્રયાગરાજના પ્રવાસે હતા આ સમયે મેયર ગણેશ કેસરવાણી અને મ્યુનિસિપલ કમિશનર ચંદ્ર મોહન ગર્ગને આ અંગે યોગ્ય નિર્ણય લેવા કહ્યું હતું. આખરે મહાનગરપાલિકાએ આ ઘાટનું નામ શહીદ ચંદ્રશેખર આઝાદના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.