December 22, 2024

વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે ‘ફાઇટર’, વર્લ્ડવાઇડ કલેક્શન કરોડોને પાર

હિૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ‘ફાઇટર’ શરૂઆતથી જ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ માટે ચાહકો શરૂઆતથી જ ખૂબ જ ઉત્સાહિત હતા. તમને જણાવી દઈએ કે ભારતની સાથે-સાથે વિદેશમાં પણ ચાહકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. હિૃતિક અને દીપિકાની કેમેસ્ટ્રી પોતાનો જાદુ ચલાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

‘ફાઇટર’નું વર્લ્ડવાઇડ કલેક્શન

ભારતીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન, ‘ફાઇટર’ 150 કરોડના કલેક્શનને પાર કરી શકે છે. ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન પણ શાનદાર રહ્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફાઈટરે શરૂઆતથી જ વિદેશી દર્શકો માટે ખાસ રહી છે. ફિલ્મના સ્કેલ, ટેક્નિકલિટી, એરિયલ એક્શન સિક્વન્સ, રોમાંચક બેકડ્રોપ સ્કોર સાથે હિૃતિક રોશન અને દીપિકા પાદુકોણની જોડીને પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viacom18 Studios (@viacom18studios)

મેકર્સનો આભાર માન્યો હતો

ફિલ્મ ફાઈટરના દર્શકો તેમજ મેકર્સ અને સ્ટાર કાસ્ટ માટે એ મોટી વાત છે કે ફિલ્મ 250 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. મેકર્સે પોસ્ટ શેર કરતા ચાહકોનો આભાર માન્યો હતો. સાથે કેપ્શનમાં લખ્યું કે, “તમારા પ્રેમ માટે બધાનો આભાર.”

હિૃતિક-દીપિકા પહેલીવાર જોવા મળ્યા

તમને જણાવી દઈએ કે ફાઈટર પહેલા હિૃતિક-દીપિકાની જોડી ક્યારેય સાથે જોવા મળી ન હતી. આ જ કારણ છે કે લોકોએ ફિલ્મ જોવામાં રસ દાખવ્યો છે. બંને ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો છે અને હંમેશા પોતાના અભિનયથી તેમના ચાહકોને ખુશ કરે છે. ફાઇટર કેટલી વધુ કમાણી કરે છે તે જોવું રહ્યું. હાલમાં પણ ફિલ્મના કલેક્શનના આંકડા દરરોજ વધી રહ્યા છે.