December 26, 2024

શિયાળામાં બીટને ખાવા માટે આ છે 3 બેસ્ટ રીત, બીટ ભાવતું જ રહેશે

Beetroot: શિયાળામાં જેમ બને તેમ બીટ, ગાજર, કાકડી ખાવાનું જોર રાખવું જોઈએ. પરંતુ તેના ફાયદાઓ વિશે શું તમે જાણો છો? સૌથી વધારે બીટ ખાવાની સલાહ ડોક્ટરો આપતા હોય છે. પરંતુ ખાલી બીટ ખાવાથી ભાવતું નથી. જેના કારણે અમે તમને 3 રીત જણાવીશું તેને એ રીતે બીટનું સેવન કરી શકો છો.

આ 3 રીતે બીટનું સેવન કરો

બીટરૂટનું સલાડ
જો તમને જ્યુસ કાઢવામાં તકલીફ પડતી હોય તો તમે તેનું સલાડ બનાવીને પી શકો છો. બીટમાં થોડો લીંબુનો રસ નાંખો અને ચાટ મસાલો એડ કરો. તમને મીઠા વગરના ના ભાવે તો તમે કાળું મીઠું ઉમેરી શકો છો.

બીટનું અથાણું
જે લોકોને સલાડ કે જ્યુસ પીવું પસંદ નથી તો તે લોકો બીટનું અથાણું બનાવીને પણ ખાઈ શકે છે. અથાણું બનાવવા માટે તમારે તેને ધોઈને કાપીને સૂકવી દેવાના રહેશ. મીઠું, વિનેગર, હળદર અને અન્ય અથાણાંના મસાલા મિક્સ કરી દો. હવે તેમાં તમારે સરસવનું તેલ ઉમેરવાનું રહેશે. હવે તમારું અથાણું તૈયાર છે.

આ પણ વાંચો:  શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત

બીટરૂટ જ્યુસ
બીટરૂટનો જ્યુસ પીવો એ સૌથી સરળ રીત છે. શિયાળામાં તમે કોઈ પણ જયુસ પીવો છો તો તમને ફાયદાકારક રહેશે. બીટના જયુસમાં તમારે આમળા કે ગાજર ઉમેરવાનું રહેશે. જેના કારણે ટેસ્માં વધારો થશે.