November 20, 2024

જામા મસ્જિદમાં હરિ હર મંદિરનો દાવો, મામલો પહોંચ્યો કોર્ટમાં

Jama Masjid Hari Mandir: ઉત્તરપ્રદેશમાં સ્થાનિક કોર્ટે શહેરમાં સ્થિત શાહી જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદમાં હરિ મંદિર છે. અરજદારે પોતે ‘X’ પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે કાશી અને મથુરા પછી આ ત્રીજો કેસ છે જે કોર્ટમાં પહોંચ્યો છે.

ત્રીજો કેસ કોર્ટમાં પહોંચ્યો
એવો દાવો કરવામાં આવે છે કે જામા મસ્જિદમાં હરિ મંદિર છે. કાશી અને મથુરા પછી આ ત્રીજો કેસ છે જે કોર્ટમાં પહોંચ્યો છે. ‘X’ પોસ્ટ કરીને અરજદારે લખ્યું કે, મારી અરજી પર, એડવોકેટ કમિશનર દ્વારા સંભલની કથિત જામી મસ્જિદમાં સર્વે કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા હતો. બાબરે વર્ષ 1529માં આ જગ્યાને આંશિક રીતે તોડી પાડી હતી. સંભલની શાહી જામા મસ્જિદને બાબરી મસ્જિદ પણ કહેવામાં આવે છે.

આદેશ હેઠળ બનાવવામાં આવી
એવી માન્યતા છે કે સંભલની શાહી જામા મસ્જિદ 1528 માં મીર બેગ દ્વારા મુગલ સમ્રાટ બાબરના આદેશ હેઠળ બનાવવામાં આવી હતી. કહેવામાં આવે છે કે અહિંયા પહેલા જે હરિહર મંદિર હતું તેને તોડી પાડવામાં આવ્યું હતું અને તેની જગ્યા પર મસ્જિદને બનાવી દેવામાં આવી છે. તે અંગે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેના માટે કોર્ટે હવે સર્વે કરવાનો આદેશ આપ્યો છે.