December 26, 2024

ગ્રાન્ટ સહિતના પ્રશ્નોને લઈને શાળા સંચાલકોની કોર્ટમાં જવાની ચીમકી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના ગ્રાન્ટ, નિભાવ ગ્રાન્ટ, એફઆરસી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સહિતના અનેક પડતર પ્રશ્નો છે જેને લઇને શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને દિવાળી અગાઉ પત્ર લખી દિવાળી વેક્શન પૂરું થાય ત્યાં સુધી આ તમામ માંગ પૂરી કરવા રજૂઆત કરવામા આવી છે. જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહી લેવામા આવે તો શાળા સંચાલક મહામંડળ કોર્ટમાં જશે. શાળા સંચાલક મહામંડળનુ માનવુ છે કે સરકાર દ્વારા તેમની માંગો પુર્ણ કરવામા આવે તો વેકેશન પુ્ર્ણ થયા બાદ શાળાનુ સંચાલન યોગ્ય રીતે થઇ શકે.

રાજ્યની ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે એફઆરસીની રચના કરવામા આવી છે પરંતુ તેના સ્લેબમાં ફેરફાર કરવામા નથી આવી રહ્યો. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામા આવી છે તેમાં વાર્ષીક સાત ટકા વધારો આપવાનુ નક્કી કરવામા આવ્યુ છે ત્યારે સરકાર ખાનગી શાળાઓની સ્લેબમાં ફેરફાર નથી કરીી રહી. ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ કે છેલ્લા સાત વર્ષમા મોઘવારી વધી છે શાળાઓના ટેક્સથી લઇને કર્મચારીઓના પગારમાં વધારો થયો છે પરંતુ શાળાની સ્કુલ ફી સ્લેબમા વધારો કરવામા નથી આવ્યો ત્યારે શાળાની ફી ના સ્લેબમાં 49 ટકા વધારોકરવામા આવે.

ઉપરાંત રાજ્યની ગ્રાન્ટેડ શાળઓની ગ્રાન્ટની ચુકવણી હજુ સુધી કરવામા નથી આવી ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ગ્રાન્ટ મળવી મુશ્કેલ છે. ખાનગી શાળાઓની ફી સ્લેબની સાથે સાથે ગ્રાન્ટેડ સ્કુલની ગ્રાન્ટના સ્લેબમાં પણ વધારો કરવામા આવવો જોઇએ સરકાર દ્વારા છેલ્લા 17 વર્ષથી તેમાં વઘારો કર્યો નથી ત્યારે તેમાં પણ વધારો કરવો જોઇએ. સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટડ સ્કૂલમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના પગાર અને તેઓની આર્થિક રીતે મળતા તમામ લાભ આપવામાં આવ્યા નથી જે તાત્કાલિક અસરથી આપવામાં આવે. 280 જેટલા કર્મચારીઓની ફાઈલ પ્રમોશન આપવામા નથી આવ્યા તે પણ તાત્કાલીક આપવા જોઇએ. જો સરકાર શિક્ષણના પ્રશ્નો નો નિકાલ નહી કરે તો આગાી સમયમાં કોર્ટના દ્વાર પણ ખખડાવી શકે છે.