January 3, 2025
વિકાસનો અમૃતપથ કંડારનારું બજેટ
ભાવિન પટેલ
ભાવિન પટેલ
Public Opinion

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું હતું. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.નાણામંત્રીએ 3.32 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને બજેટને લઇને પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ નાણાં મંત્રીએ રજૂ કરેલા બેજેટને આવકાર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકારતા કહ્યું છે કે, બજેટમાં કરેલી જોગવાઇ અને યોજનાઓ પ્રજા માટે હિતાકાર છે. ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારનારું બજેટ છે. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું છે કે આ બજેટ ‘5-G ગુજરાત’ – એટલે કે, ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતની સંકલ્પના પર આધારિત છે. રાજ્યના દરેક વર્ગના લોકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત જીવન પ્રાપ્ત થાય, વિકાસની સાથે વિરાસતનું પણ સંવર્ધન થાય તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આ બજેટ વેગ આપશે.

આ બજેટમાં સમાજના ચાર વર્ગો – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને વિશેષ પ્રાધાન્ય આપતી નવી યોજનાઓ તેમજ વિકાસલક્ષી જોગવાઈઓને હું બિરદાવું છું. આ ચારેય વર્ગોના સશક્તિકરણથી સમરસ સમાજના નિર્માણ થકી ગુજરાતના વૈશ્વિક વિકાસના નવા દ્વાર ખુલશે.

વિકસિત ભારત @૨૦૪૭ માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજયના ૭ કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા, વિકસિત ગુજરાત @૨૦૪૭ નો વિઝન ડોક્યુમેન્‍ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલ વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી ૨૫ વર્ષ માટે રાજયના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્‍ટ સર્વ પ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે.

પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો
સ્વસ્થ અને સશકત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્‍દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરૂષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષની અંદાજે `૩૨૦૦ કરોડની જોગવાઇ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષ માટે `૫૫૦૦ કરોડની માતબર જોગવાઇ સૂચવું છું.

સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં યોગદાન
વિકસિત ગુજરાત @૨૦૪૭ ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક `૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક `૧૫ હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ `૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.

નોંધનીય છે કે વિધાનસભામાં ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરતાં કહ્યું હતુ કે ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી છે.