December 27, 2024

90 કરોડનું બજેટ 14 ભાષામાં ફિલ્મ, ભૂલભલૈયાને પણ ટક્કર મારે એવી હોરર મૂવી

Kathanar Movie: સાઉથ ફિલ્મો લોકોના દિલ પર રાજ કરી રહી છે. લોકોને સાઉથ ફિલ્મો ખૂબ પસંદ આવી રહી છે. કંતારા’થી લઈને ‘પુષ્પા’ સુધી વિવિધ જોનરની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાઉથ ફિલ્મ હોય અને તેમાં પણ હોરર ફિલ્મ હોય તો? આજે અમે એવી જ એક ફિલ્મ વિશે વાત કરવાના છીએ કે જે એક હોરર ફિલ્મ છે. જે 14 ભાષાઓમાં બનશે. ‘શૈતાન ફિલ્મ કરતા પણ આ મૂવી સારી બનશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ફિલ્મ ખૂબ જ ખતરનાક
શૈતાન’, ‘સ્ત્રી 2’ અને ‘ભૂલ ભુલૈયા 3’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ત્યારે હવે સાઉથ સિનેમાની હોરર ફિલ્મનો હવે વારો છે. આ ફિલ્મ એવી બની રહી છે કે જેને જોઈને ચોક્કસ તમે કંપી જશો. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. આ ફિલ્મનું નામ છે ‘કટનારઃ ધ વાઇલ્ડ સોર્સર’. આ ફિલ્મની ઝલક થોડા દિવસ પહેલા જ સામે આવી હતી. ટીઝર જોઈને એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ ખૂબ જ ખતરનાક બનવાની છે.

આ પણ વાંચો: અનુષ્કા શર્માની સામે રડી પડ્યો હતો વિરાટ, ક્રિકેટરે શેર કરી જૂની વાત

આ ફિલ્મની સ્ટારકાસ્ટ મજબૂત
ફિલ્મ જોવાની ત્યારે જ મજા આવે છે જ્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ મજબૂત હોય. આ ફિલ્મમાં જયસૂર્યા, અનુષ્કા શેટ્ટી અને વિનીત જેવા દિગ્ગજ કલાકારો તમને જોવા મળશે. આ ફિલ્મ 90 કરોડના બજેટમાં બની રહી છે. આ ફિલ્મ 14 ભાષામાં બનવાની છે. જેમાં બંગાળી, કન્નડ, ચાઇનીઝ, ફ્રેન્ચ, અંગ્રેજી, તમિલ, તેલુગુ, હિન્દી, કોરિયન, ઇટાલિયન, રશિયન, ઇન્ડોનેશિયન અને જાપાનીઝમાં બનશે.