December 26, 2024

India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

India vs South Africa T20 Series: ટીમ ઈન્ડિયા પહેલાથી જ T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. થોડા જ સમય પહેલા સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હાર આપી હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર આવનારી મેચ પર છે. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. આ વચ્ચે સૂર્યકુમાર યાદવ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હોવાની વાત સામે આવી છે.

પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
પ્રેક્ટિસ કરતી વખતે સૂર્યકુમાર યાદવના હાથ પર બોલ વાગ્યો હતો જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી. ગંભીર ઈજાના કારણે તે પહેલી ટી20 મેચમાં ભાગ લઈ શકશે નહીં. ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થવું મોટા ઝટકા સમાન છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં T20I 2500 થી વધુ રન બનાવ્યા છે. તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

આ પણ વાંચો: પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ભારતની ટીમ:
રિંકુ સિંઘ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાખા યશ દયાલ.