December 27, 2024

ચોખા-કોફીથી ફેસપેક બનાવો, ચમકી જશે ત્વચા

Rice Coffee Face pack: ત્વચાને ગ્લો કરવા માટે આપણે ઘણા બધા પ્રોડક્ટ યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ જોઈએ તેવો ગ્લો આવતો નથી. આટલા મોંઘા પ્રોડક્ટ વાપરીને પણ કોઈ ખાસ ફાયદો થતો નથી. ત્યારે અમે તમારા માટે ચોખા અને કોફીનો ફેસ પેકની માહિતી લઈને આવ્યા છીએ. જે તમારી ત્વચામાં ગ્લો પણ વધારશે અને ઘરની વસ્તુઓમાંથી પણ બની જશે.

દાગ વગરની ત્વચા
ચમકદાર ત્વચા તમામને પસંદ હોય છે. પ્રદૂષણ વધવાના કારણે આ સમસ્યા થવા લાગે છે. આપણી ત્વચાની સંભાળ રાખવી તે જવાબદારી ચોક્કસ આવી જાઈ છે. પરંતુ તેઓને જોઈએ તેવું પરિણામ મળતું નથી. અમે તમારા માટે ફેસ પેકને લઈને માહિતી આપવાના છીએ. તમે ચોખા અને કોફી ફેસ પેકની મદદથી ઇન્સ્ટન્ટ ગ્લો મેળવી શકો છો. આવો જાણો કે ચોખા અને કોફીનો ફેસ પેક કેવી રીતે બનાવશો.

ફેસ પેક માટેની સામગ્રી
1 ચમચી કોફી પાવડર
1 ચમચી દહીં
1 ચમચી ચોખાનો લોટ

આ પણ વાંચો: તમારા વાળનો ગ્રોથ વધારવા માંગો છો? આ કરો ઉપાય

ફેસ પેક કેવી રીતે બનાવવો અને કેવી રીતે લગાવવો
એક બાઉલમાં બધી સામગ્રી નાખીને બરાબર મિક્સ કરવાનું રહેશે. આ પછી તમારે ચહેરાને પાણીથી ધોઈ લેવાનો રહેશે. આ પેસ્ટને તમારે બ્રશની મદદથી ચહેરા પર લગાવવાનો રહેશે. આ પેસ્ટને ચહેરા પર 10-15 મિનિટ માટે રહેવા દો. આ પછી તમારે ચહેરાને સારી રીતે ફરી ધોઈ લેવાનો રહેશે. આવું તમે અઠવાડિયામાં 3થી 4 વાર કરો. ચહેરામાં ફરક જોવા મળશે.