January 3, 2025

Jio લઈને આવ્યું દિવાળી ઓફર, કરોડો યૂઝર્સનું ટેન્શન દૂર

Reliance Jio: દિવાળીના સમયમાં ફોન કંપનીઓથી લઈને રિચાર્જ કંપનીઓ ગ્રાહકો માટે ઓફર લઈને આવે છે. Jio પણ તેના ગ્રાહકો માટે ઓફર લઈને આવ્યું છે. Jio ગ્રાહકો માટે 153 રૂપિયાનો શાનદાર પ્લાન રજૂ કર્યો છે. જેમાં તમને શું લાભ મળશે. આવો જાણીએ.

વધુ પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે
દિવાળીના તહેવાર પર કરોડો ગ્રાહકો માટે Jio ખાસ ઓફર લઈને આવ્યું છે. જિયોએ તહેવારોની સિઝનમાં યુઝર્સની પરેશાનીઓને ઓછી કરવા માટે સૌથી ઓછી કિંમતનો પ્લાન રજૂ કર્યો છે. 28 દિવસનો સૌથી સસ્તો પ્લાન આ છે. Jioના લિસ્ટમાં તમને 153 રૂપિયાનો તમને સસ્તો પ્લાન મળશે. જે ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપે છે. જેમાં તમે ફ્રી કૉલિંગનો આનંદ માણી શકો છો. 300 ફ્રી SMS પણ તમે કરી શકશો.

આ પણ વાંચો: વાવાઝોડું ‘દાના’ ક્યાં પહોંચ્યું? આ એપથી જાણી શકો છો લાઈવ

Jio પાસે ઘણા સસ્તા વિકલ્પો છે
Jio પાસે આ સિવાય પણ ઘણા પ્લાન છે. જેમાં રૂપિયા 75, રૂપિયા 91, રૂપિયા 125, રૂપિયા 186 અને રૂપિયા 223 જેવા બેસ્ટ ઓપ્શન તમને મળી રહેશે. આ લાભ માત્ર સ્માર્ટફોન યુઝરને જ મળશે. 153 રૂપિયાની સાથે અન્ય પ્લાનનો લાભ પણ તમે મેળવી શકો છો.