October 26, 2024

ક્યારેક વરસાદ પડશે તો ક્યારેક ઠંડીનો ચમકારો… હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

Gandhinagar: રાજ્યમાં વરસાદે માંડ વિરામ લીધો હતો ત્યા ફરી વરસાદની લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૨૭ થી ૨૮ ઓક્ટોબર પશ્ચિમિ વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપથી ઉત્તરીય પર્વતિય પ્રદેશમાં સામાન્ય વરસાદ તથા બરફ વર્ષા થશે.

મળતી માહિતી અનુસાર અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. દાના વાવાઝોડાની અસરથી મુંબઈ, દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ સિવાય 6 થી 8 નવેમ્બર પશ્ચિમિ વિક્ષેપથી ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે. 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડુ લાવશે. તેમજ અરબી સમુદ્રમાં 13-14 નવેમ્બર હલચલ જવા મળશે અને 17-18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડીમાં વધારો નોંધાશે.

આ પણ વાંચો: ગુરુગ્રામના મકાનમાં લાગી ભીષણ આગ, 4 લોકો બળીને ખાખ

આ સિવાય 19-22 નવેમ્બર બંગાળના ઉપસાગર માં પ્રચંડ વાવાઝોડું આવશે. ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે. તેમજ ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે. તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને લઈને સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ખેડૂતોએ 15 નવેમ્બરથી રવિ પાક માટે વાવણી કરવી યોગ્ય રહેશે. રવિ પાક માટે વાતાવરણ સારૂ રહેશે.