October 25, 2024

દિવાળી પર બનાવો માવાના ગળ્યા ઘુઘરા, મહેમાન તો ખાતા નહીં ધરાય

Ghughra: દિવાળીને આડે હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે ઘુઘરાની રેસીપી લઈને આવ્યા છીએ. જેના વગર દિવાળી અધૂરી છે. મોટા ભાગના ઘરમાં ઘુઘરા દિવાળીના સમયમાં બને છે. બધા લોકો અલગ અલગ રીતથી તેને બનાવવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે સરળ ઘુઘરાની રેસીપી લઈને આવ્યા છીએ.

સામગ્રી

  • બે કપ લોટ
  • એક કપ માવો
  • બે કપ ખાંડ
  • એક કપ ઘી
  • એક ચમચી એલચી પાવડર
  • એક ચમચી બદામ

આ રહી ઘુઘરાની રેસીપી

ઘુઘરા બનાવવા માટે સૌપ્રથમ લોટમાં અડધો કપ ઘી લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં ઘી ઉમેરવાનું રહેશે. આ પછી અડધી કલાક સુધી તમારે એમ જ રાખવાનું રહેશે.

હવે લોટના બોલ બનાવો અને તેને ગોળ ગોળ ફેરવો. આ પછી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરવાનું રહેશે. હવે ઘુઘરા બનાવવાના પાત્રની મદદથી ઘુઘરા આ રીતે બધા ઘુઘરા તૈયાર કરો.

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

ત્યાર બાદ પેનમાં ઘી નાખીને ધીમી આંચ પર ગરમ કરો. હવે તમારે તેમાં ઘુઘરા નાંખવાના રહેશે. ઘુઘરાનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. તો તૈયાર છે તમારા ઘુઘરા. આ દિવાળી પર તમારા ઘરે આ રીતથી ઘુઘરા બનાવો. તમે પણ ખાવ અને તમારા ઘરે મેહમાન આવે તેને પણ ખવડાવો. તમને ચોક્કસ મજા આવશે ખાવાની અને મહેમાનોને પણ પંસદ આવશે ઘુઘરા.