January 3, 2025

Hockey India: અત્યાર સુધીનો સૌથી મોંઘો કેપ્ટન, આંકડો જોઈને માનવામાં નહીં આવે

Hockey India League Auction 2024 આજના સમયમાં સૌથી વધારે લોકોને ક્રિકેટ વધારે પસંદ આવે છે. પરંતુ એક એવો પણ સમય હતો કે જે સમયે લોકોને હોકી સિવાય કોઈ પણ રમત પસંદ આવતી ના હતી. મોટા ભાગના લોકોના દિલમાં હોકીનું રાજ હતું. થોડા સમય પહેલા જ ભારતીય હોકી ટીમે ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. હવે હોકીનું શાનદાર પ્રદર્શન ધ્યાનમાં રાખીને 7 વર્ષ બાદ હોકી ઈન્ડિયા લીગનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ માટે હોકી ઈન્ડિયા લીગ ઓક્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરમનપ્રીત સિંહ અત્યાર સુધીનો સૌથી મોંઘો વેચાયો છે.

હરમનપ્રીત સિંહ આટલી કિંમતમાં વેચાયો
ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહને હોકી ક્લબે 78 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પહેલા દિવસે જે હરાજી કરવામાં આવી હતી તેમાં વેચાયેલા ખેલાડીઓમાં હરમનપ્રીતની કિંમત સૌથી વધુ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમનો પણ મહત્વનો ભાગ હતો. હરમનપ્રીત સિંહે કહ્યું કે હું ખરેખર ઉત્સાહિત છું કારણ કે મને પંજાબની ટીમ દ્વારા પસંદ કરાયો છે. વધારે ખુશીની વાત એ છે કે હોકી ઈન્ડિયા લીગ ફરી આવી રહી છે. જેમાં યુવાનોને તક મળશે. જેના કારણે આવનારા સમયમાં હોકીનું ભવિષ્ય ઉજ્જવળ છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
હોકી ઈન્ડિયા લીગ 7 વર્ષ બાદ વાપસી કરવાની છે. આ પહેલા 5 સિઝન આવી ગઈ છે, છેલ્લી વખત વર્ષ 2017માં કલિંગા લેઝર્સે દબંગ મુંબઈને હરાવીને ટાઈટલ જીત્યું હતું. પેરિસ ઓલિમ્પિક 2024માં હરમનપ્રીતની કપ્તાની હેઠળ જ ટીમ ઈન્ડિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તેની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેની કપ્તાની હેઠળ ભારતે 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.