October 17, 2024

સંજુ-સૂર્યાની વિસ્ફોટક બેટિંગે તોડ્યા આ રેકોર્ડ

India vs Bangladesh T20 Series: ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને શાનદાર રીતે 133 રનથી હાર આપી હતી. ભારતીય ટીમના બેટ્સમેનોએ મજબૂત બેટિંગ જોવા મળી હતી. હાર્દિક પંડ્યા,સંજુ સસામન, સૂર્યકુમાર યાદવ અને રેયાન પરાગની મદદથી ટીમ ઈન્ડિયાએ 297 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેના કારણે ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.

સંજુ સેમસનું શાનદાર પ્રદર્શન
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેની તોફાની સદીના કારણે ટીમ ઈન્ડિયાને આટલી શાનદાર જીત મળી હતી. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન પણ શાનદાર જોવા મળ્યું હતું. તેણે 35 બોલમાં 75 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવાના કારણે બાંગ્લાદેશના બોલરો આ ખેલાડીઓ સામે ટકી શક્યા ન હતા. સંજુ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે રન બનાવવાની જવાબદારી લીધી. આ બંને ખેલાડીઓ વચ્ચે 173 રનની ભાગીદારી થઈ હતી અને જે જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

પાંચ વર્ષ જૂનો રેકોર્ડ
ભારતીય બેટ્સમેનોની ખતરનાક બેટિંગ જોવા મળી હતી. ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમ દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો આ રેકોર્ડ છે. T20I મેચમાં 7.6 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. હવે આ પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે માત્ર 13.6 ઓવરમાં 200 રનનો આંકડો સ્પર્શી લીધો હતો. ભારતીય યુવા ખેલાડીઓએ સમગ્ર સિરીઝનું શાનદાર પ્રદર્શન કર્યું છે.