January 2, 2025

Mumbai vs Rest of India: મુંબઈએ 27 વર્ષ પછી જીત્યો ઈરાની કપ

Mumbai vs Rest of India: ઈરાની કપ 2024 ની મેચ મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાઈ હતી. જોકે આ મેચ ડ્રો રહી હતી. પરંતુ પ્રથમ દાવમાં મળેલી લીડના આધારે મુંબઈની ટીમ ઈરાની કપ 2024નો ખિતાબ જીતવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ મુંબઈની ટીમ પહેલા દાવમાં કુલ 537 રન બનાવ્યા હતા. રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમ પ્રથમ દાવમાં 416 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે મુંબઈની ટીમને 121 રનની લીડ પ્રાપ્ત થઈ હતી. જે જીતમાં મહત્વની સાબિત થઈ હતી.

બેવડી સદી ફટકારી
મુંબઈની ટીમ માટે પ્રથમ દાવમાં સરફરાઝ ખાન સૌથી મોટો જીતનો હીરો સાબિત થયો હતો. મહત્વની વાતે એ છે કે 286 બોલમાં 222 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમની શરૂઆત ખુબ ખરાબ જોવા મળી હતી. હાર્દિક તમોરનું પણ કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. સરફરાઝે બેવડી સદી ફટકારીને મુંબઈને જીત તરફ દોરી લાવ્યું હતું. ધ્રુવ જુરેલે 93 રનની ઇનિંગ રમી હતી બાકીના ઘણા બેટ્સમેનો જબરજસ્ત ફ્લોપ સાબિત થયા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી, સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો

મુંબઈએ 27 વર્ષ બાદ ઈરાની કપ જીત્યો
મુંબઈ તરફથી પૃથ્વી શૉએ બીજી ઈનિંગમાં 76 રન બનાવ્યા હતા. તનુષ કોટિયને 150 બોલમાં 114 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. મુંબઈની ટીમે 27 વર્ષ બાદ ઈરાની કપ જીત્યો છે. અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં ટીમે ઘણી અજાયબીઓ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈએ વર્ષ 1997માં ઈરાની કપ જીત્યો હતો.