January 3, 2025

UP બાદ હવે ઝારખંડમાં વંદે ભારત ટ્રેન પર હુમલો, પથ્થરમારામાં કોચના કાચ તૂટ્યા

Vande Bharat Train: એક તરફ ભારતીય રેલ્વેનું ગૌરવ વંદે ભારત નવા આયામોને સ્પર્શી રહ્યું છે અને લોકો વંદે ભારતની સેવાઓને પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ, વંદે ભારત ટ્રેન પર હુમલા અને પથ્થરમારાની ઘટનાઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ વખતે ઝારખંડમાં વંદે ભારત ટ્રેન પર હુમલો થયો હતો. હકિકતે, પટનાથી ટાટાનગર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસના બે ડબ્બા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના કોડરમાથી 4 કિમી દૂર સરમાતર અને યદુદીહ સ્ટેશન વચ્ચે બની હતી, પથ્થરમારાને કારણે કોચ સી-2ની સીટ નંબર 43-45 અને સી-5ના 63-64ના કાચ તૂટી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટના સાંજે 5.15 વાગ્યે બની હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

ફાઇલ ફોટો

કાનપુરમાં વંદે ભારત ટ્રેન પર પણ હુમલો થયો હતો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઈ કાલે પણ કાનપુરમાં આવી જ એક ઘટના જોવા મળી હતી. દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વંદે ભારત ટ્રેનના કોચનો કાચ તૂટી ગયો હતો. કાનપુરના પંકી સ્ટેશન પાસે વારાણસીથી દિલ્હી જઈ રહેલી ટ્રેન નંબર 22435 વંદે ભારત એક્સપ્રેસના એસી ચેરકાર કોચમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વંદે ભારત ટ્રેનના કોચનો કાચ તૂટી ગયો હતો. પથ્થરમારાની આ ઘટના બાદ કોચના મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી ટ્રેન ડ્રાઈવરે આ ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી.