January 3, 2025

મધમાં પલાળીને ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ, થશે અઢળક ફાયદાઓ

Honey Soaked Dry Fruits: તમામ પ્રકારના ડ્રાય ફ્રુટ્સ ફાયદાકારક હોય છે. જેમાં પણ તેને પલાળીને ખાવામાં આવે તો તેનો વધારે ફાયદો થાય છે. પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું કે કે એક એવું ડ્રાય ફ્રુટ્સ કે જેને મધમાં પલાળીને ખાશો તો તેનો બમણો ફાયદો થશે. પહેલીવારમાં તો તમને નવાઈ લાગી હશે. પરંતુ આ હકીકત છે. મધ સાથે ડ્રાય ફ્રુટ્સ ખાવાથી ડ્રાય ફ્રુટ્સ ખાવાનો ફાયદો તો ડબલ થશે પરંતુ તેની સાથે ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ અનેકગણો વધી જાઈ છે.

મધમાં પલાળીને કયા ડ્રાય ફ્રુટ્સ ખાવા જોઈએ?
મધમાં પલાળીને ખાઈ શકાય તેવા ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ, ખજૂર, કાજુ, બદામ, અંજીર, સાદા પિસ્તા અને તમારી પસંદગીના અન્ય ઘણા ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરી શકો છો.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

ડ્રાય ફ્રૂટ્સને મધમાં બોળીને કેવી રીતે ખાવા
ડ્રાયફ્રૂટ્સને 2-3 ટુકડાઓમાં કાપો. એક કાચની બરણી લો. તેમાં તમે મધ નાંખો. હવે તેમાં તમે 3-4 લીલી ઈલાયચી, 4-5 કાળા મરી, 2 લવિંગ અને 1 ટુકડો તજ નાંખો. સ્વાદ બદલવા અને તેને વધુ હેલ્ધી બનાવવા માટે તેમાં થોડો મસાલો ઉમેરો. જેમાં 3-4 લીલી ઈલાયચી, 4-5 કાળા મરી, 2 લવિંગ અને 1 ટુકડો તજ નાખીને હળવા હાથે પીસી લો. મધ ઉમેરતી વખતે તેમને ચમચી વડે મિક્સ કરી દો.