January 3, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, નારણપુરા વોર્ડમાં રાસ ગરબામાં આપશે હાજરી

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે 10.10 વાગ્યે અમિત શાહ ગાંધીનગર લોકસભામાં ચાણક્યપુરી ખાતે આરોગ્ય ચકાસણી કાર્યક્રમનુ ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ સવારે 10.40 કલાકે GMERS સોલા ખાતે ટેલી રીહેબિલિટેશન સેન્ટ અને સાઉન્ડ પ્રુફ રુમનું લોકાર્પણ કરશે અને બાદમાં સવારે 11.00 કલાકે ગોતા ખાતે AMC નિર્મિત આધુનિક શાકમાર્કેટનું લોકાર્પણ કરશે.

  • સવારે 11.15 કલાકે ભાડજ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાશે
  • સવારે 11.15 કલાકે ભાડજ ખાતે આવેલ ઓપન પ્લોટથી AMCના વિકાસલક્ષી કાર્યોનું ખાતમૂર્હત અને લોકાર્પણ કરશે (જાહેર કાર્યક્રમ – સ્પીચ)
  • બપોરે 1.00 કલાકે સાણંદ વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાશે
  • બપોરે 1.15 કલાકે સાણંદ વિધાનસભાના કાર્યકર્તાઓના સંમેલનમાં અમિત હાજરી આપશે (જાહેર કાર્યક્રમ – સ્પીચ)
  • બપોરે 4.15 કલાકે વિચાર ટ્રસ્ટ (વિશાલા પરીવાર) સંચાલીત નવનિર્મિત વિશ્વના એક માત્ર ધાતુપાત્ર સંગ્રહાલયનું લોકાર્પણ કરાશે.
  • સાંજે 5 કલાકે અમદાવાદ શહેર પોલીસ કમીશ્નરની નવનિર્મિત અત્યાધુનીક કચેરીનું લોકાર્પણ કરાશે (જાહેર કાર્યક્રમ – સ્પીચ)
  • રાતે 8.45 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024નું અમિત શાહ ઉદ્ઘાટન કરશે.

રાસ ગરબામાં હાજરી

  • રાતે 9.30 કલાકે નારણપુરા વોર્ડમાં આવેલ સરદાર પટેલ નગર ખાતે રાસ ગરબામાં હાજરી આપશે
  • 10.00 કલાકે વેજલપુર વિધાનસભાના જોધપુર વોર્ડમાં સચિન ટાવર ખાતે હાજરી આપશે
  • 10.25 કલાકે વેજલપુર વિધાનસભાના મકરબા વોર્ડમાં આવેલ ઓર્ચિડ વ્હાઈટફિલ્ડમાં હાજરી આપશે