December 26, 2024

ઘરે જ બનાવો સીરમ, ચહેરા પર આવી જશે ચમક

Vitamin C Serum: આજના સમયમાં ત્વચા સંબધીત સમસ્યા માટે માર્કેટમાં અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ મળે છે. આ પ્રોડક્ટથી ફાયદો થશે કે નહીં તે નક્કી નહીં પરંતુ એ વાત ચોક્કસ નક્કી છે કે તમારું ખિસ્સું ખાલી ચોક્કસ થશે. વિટામિન C સીરમનો ઉપયોગ ત્વચાના ડાઘ દૂર કરવા માટે થાય છે. બજારમાં તેની કિંમત ઘણી વધારે છે. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઘરે જ DIY વિટામિન C સીરમ બનાવી શકો છો. હવે તમને સવાલ થતો હશે એ કેવી રીતે. તો આવો જાણીએ કે ઘરે વિટામિન સી સીરમ કેવી રીતે બનાવશો.

વિટામિન સી સીરમ બનાવવા માટે શું જરૂરી જોશે?

  • એસ્કોર્બિક એસિડ પાવડર અથવા વિટામિન સી ટેબ્લેટ્સ
  • 2 ચમચી ગુલાબજળ
  • 1 વિટામિન ઇ કેપ્સ્યુલ
  • 1 ચમચી ગ્લિસરીન

વિટામિન C સીરમ કેવી રીતે બનાવશો?
વિટામિન C સીરમ બનાવવા માટે વિટામિન C સીરમ પાવડર અથવા ગોળીઓને પીસી લો. તેમાં ગુલાબજળ નાંખો. ગુલાબજળ અને આ પાવડર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહો. ગ્લિસરીન નાખીને વિટામીન Eની કેપ્સ્યુલ નાંખો. આ બધી વસ્તુઓ મિક્સ કરતા રહો. પછી રાખો. રાત્રે સૂતા પહેલા હાથ પર 2-3 ટીપાં લો અને આંગળીની મદદથી આખા ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં તમારો ચહેરો ચમકદાર અને સાફ થઈ જશે.

આ પણ વાંચો: તિરૂમાલાના લાડુનો સ્વાદ દુનિયાભરમાં જાણીતો છે, આ રહી એની મસ્ત રેસીપી

સીરમ લગાવવાનો સાચો સમય?
જો તમે ઈચ્છો તો વિટામિન સી સીરમ લગાવ્યાના 15 મિનિટ પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવી દો. શરૂઆતના સમયમાં તમારે સીરમ ઓછી માત્રામાં જ લગાવવું જોઈએ. જેના કારણે તમારી ત્વચાને કોઈ સમસ્યા ના થાય. તમને જણાવી દઈએ કે ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને આવા કોઈપણ ઉપાય અથવા ઘરેલું ઉપચાર લાગુ કરવો જોઈએ.

(કોઈ પણ સારવારમાં પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો)