December 27, 2024

નવરાત્રિ માટે રાજકોટ પોલીસનો એક્શન પ્લાન, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે

રાજકોટઃ નવરાત્રિને અનુલક્ષીને રાજકોટ પોલીસનો એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે. ત્યારે નવરાત્રિ દરમિયાન 4 ડીસીપી, 10 એસીપી, પીઆઈ, પીએસઆઈ પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરશે.

મહિલા પોલીસની SHE ટીમ ખેલૈયા બનીને ખેલૈયાઓની વચ્ચે રહેશે. પોલીસ રોમિયોગીરી કરનારાને સ્થળ પર જ પોલીસ પાઠ ભણાવશે. અર્વાચીન તેમજ પ્રાચીન રાસોત્સવમાં સીસીટીવી કેમેરા, સિક્યોરિટી સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

ખાનગી અર્વાચીન રાસોત્સવમાં ગ્રાઉન્ડના ખેલૈયાઓની જવાબદારી આયોજકોની રહેશે. કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવા લોકોને અપીલ કરી છે.